જ્યાં જુઓ ત્યાં ચપ્પલ અને કપડા! દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડની હચમચાવી નાખતી તસવીરો

નવી દિલ્હી: શનિવારે રાત્રે, 15 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડની ઘટના બની હતી. પ્લેટફોર્મ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રયાગરાજ મહાકુંભ યાત્રા માટે પ્લેટફોર્મ પર ભીડ વધી ગઈ હતી. લોકો ગભરાઈ ગયા અને અકસ્માતનો ભોગ બન્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટનામાં સામેલ એક મુસાફરે કહ્યું કે લોકો કપાઈ ગયા, કચડાઈ ગયા અને ઘણા લોકો ટ્રેનની સામે પડીને મૃત્યુ પામ્યા. નાસભાગને કારણે 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. કેટલાકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક ખાનગી ચેનલ અનુસાર, એક મુસાફરે કહ્યું કે તેની પાસે ટ્રેનની ટિકિટ હતી, પરંતુ ભારે ભીડને કારણે તે ટ્રેનમાં ચઢી શક્યો નહીં અને તેની ટ્રેન રવાના થઈ ગઈ.
પ્લેટફોર્મ નંબર 14 અને 15 પર નાસભાગ મચી ગઈ હતી, જ્યાં લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. ઘટના બાદ રેલવે પ્રશાસન અને સુરક્ષાકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પ્રયાગરાજ જતી બે ટ્રેનો રદ થવાને કારણે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામા થઈ હતી. અચાનક ટ્રેન રદ કરવાની જાહેરાતથી ગભરાયેલા મુસાફરો નાસભાગનો ભોગ બન્યા હતા.
ઘટના બાદ ફાયરની ચાર ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસ અને રેલવે પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. દિલ્હી પોલીસે પુષ્ટિ કરી હતી કે પ્લેટફોર્મ નંબર 14 પર નાસભાગ મચી ગઈ હતી અને સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
મુસાફરો અને તેમના પરિવારજનોએ વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. પ્લેટફોર્મ પર બેકાબૂ ભીડ અને વહીવટીતંત્રની બેદરકારીને કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો હતો.