એમ્બ્યુલન્સને રસ્તો નહી આપો તો થઇ શકે છે ભારે દંડ, જેલ પણ જવું પડશે
Motar Vehicle Act: એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં દર્દીઓ જતા હોય છે. જો કોઈ વ્યક્તિ એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે તો મોટર વ્હીકલ એક્ટ હેઠળ દંડ થઇ શકે છે અને સાથે તેને જેલ પણ થઇ શકે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘણીવાર એમ્બ્યુલન્સમાં જતા દર્દીઓની હાલત અત્યંત નાજુક હોય છે. અને આવી સ્થિતિમાં તેમને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડવા જરૂરી હોય છે.
પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો ટ્રાફિકમાં એમ્બ્યુલન્સને રસ્તો આપતા નથી. અને જેના કારણે સમયસર સારવાર ન મળવાને કારણે દર્દીનું મોત પણ થાય છે
જો કોઈ ઈરાદાપૂર્વક એમ્બ્યુલન્સનો રસ્તો રોકે છે. તો તેના માટે મોટી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. એટલું જ નહીં તેને ભારે દંડ પણ થઇ શકે છે. એટલું જ નહી તેને જેલ પણ થઇ શકે છે
ભારતના મોટર વ્હીકલ એક્ટ હેઠળ જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક એમ્બ્યુલન્સનો રસ્તો રોકે તો તેને 10000 રૂપિયાનો દંડ થઇ શકે છે
એમ્બ્યુલન્સનો રસ્તો રોકવા માટે માત્ર દંડ જ નહીં પરંતુ મેમો પણ ફટકારવામાં આવી શકે છે. આ પ્રકારના ગુનામાં 6 મહિનાની જેલની જોગવાઈ પણ છે.
તેથી જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને તમને એમ્બ્યુલન્સ દેખાય છે. ભૂલથી પણ તેનો રસ્તો રોકવાનો પ્રયાસ ના કરો નહી તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો.