Operation Ajay: ઇઝરાયલથી ભારતીયોને લઇને પહોંચ્યું પ્રથમ વિમાન, લોકોએ ભારત સરકારનો માન્યો આભાર
Operation Ajay: ઈઝરાયેલથી પરત ફરનારાઓની પ્રથમ બેચમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 212 લોકો ભારત પહોંચ્યા છે. આ લોકોએ દિલ્હી પહોંચતા જ ભારત સરકારનો આભાર માન્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભારત સરકારના ઓપરેશન અજય હેઠળ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઇ જતી પ્રથમ ચાર્ટર ફ્લાઇટ શુક્રવારે સવારે નવી દિલ્હી પહોંચી હતી.
એક બાળક સહિત 212 ભારતીય મુસાફરોને લઈને આ ફ્લાઈટ ગુરુવારે રાત્રે ઈઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
ગુરુવારે રાત્રે વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટર પર પ્રથમ ફ્લાઇટની તસવીરો શેર કરી અને કહ્યું હતું કે “ઓપરેશન અજય ચાલુ છે. નવી દિલ્હી જઈ રહેલા વિમાનમાં 212 નાગરિકો સવાર છે.
પ્રથમ બેચમાં મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત કુલ 212 લોકો ભારત પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ લોકોએ ભારત સરકારનો આભાર માન્યો હતો.