Photos: દેશભરમાં ઉજવાયો છઠનો તહેવાર, આ ખાસ તસવીરો ચહેરા પર સ્મિત લાવી દેશે
સૂર્ય ભગવાન અને તેમની બહેન છઠ્ઠી મૈયાને સમર્પિત, છઠ પૂજા દિવાળીના થોડા દિવસો પછી શરૂ થાય છે અને 5 દિવસ સુધી ચાલે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવાર, 30 ઓક્ટોબર 2022 એ છઠ પૂજાનો ત્રીજો દિવસ છે. આ દિવસે ભક્તો ઉગતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે છે.
દેશના વિવિધ ભાગોમાં ઉજવવામાં આવતા છઠ તહેવારની કેટલીક તસવીરો અહીં તમારા માટે શેર કરવામાં આવી છે. આ શનિવારે, છઠ પૂજાના બીજા દિવસે, ભક્તોએ ઘરના પૂજા કરી હતી.
છઠ પર્વની વિધિ પૂર્ણ કરવા માટે કેટલાક લોકો પૂજાની જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા.
દિલ્હી એનસીઆરના નોઈડામાં છઠ પૂજાના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તો પૂજા કરતા જોવા મળ્યા હતા.
દિલ્હી જલ બોર્ડના અધિકારી નવી દિલ્હીમાં કાલિંદી કુંજ ખાતે છઠ પૂજા પહેલા યમુના નદીની સપાટી પર જોવા મળતા ઝેરી ફીણને ઓગળવા માટે રસાયણોનો છંટકાવ કર્યો હતો.
બિહારની રાજધાની પટનામાં છઠ તહેવાર દરમિયાન મહિલાઓ એકબીજાને સિંદુર લગાવતી જોવા મળી હતી.
બિહારની રાજધાની પટનામાં એક ભક્ત છઠ તહેવાર માટે પૂજા સામગ્રીમાં ઉપયોગમાં લેવાતા કેળા લઈને જતા જોવા મળ્યો હતો.
દિલ્હીમાં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ છઠ પૂજાની સમીક્ષા કરી અને લોકોને તેમની શુભેચ્છાઓ આપી.
બિહારના પટનામાં છઠ પૂજા દરમિયાન ભક્તોની ભારે ભીડ હતી, જે આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે.