PHOTOS: ગંગા સ્નાન, કાળ ભૈરવના આશીર્વાદ, બાદમાં NDA ના દિગ્ગજો સાથે શક્તિ પ્રદર્શન! જુઓ વારાણસીમાં PM મોદીનું નામાંકન
નોમિનેશન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગામાં સ્નાન કરીને તેમના આશીર્વાદ લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોમિનેશન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા કાળ ભૈરવની પૂજા કરી અને વારાણસીના કોટવાલના આશીર્વાદ લીધા.
બાબા કાળ ભૈરવના આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી બીજેપીના અન્ય નેતાઓને મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં મને તમારા બધા તરફથી સ્નેહ અને આશીર્વાદ મળ્યા છે, જે મને સંપૂર્ણ નિશ્ચય સાથે કામ કરવાની પ્રેરણા આપે છે.
વારાણસીથી નોમિનેશન ફાઈલ કરવા જઈ રહેલા પીએમ મોદી સાથે બીજેપીના ઘણા નેતાઓ જોવા મળ્યા હતા, જેમાં ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન અને અન્ય ઘણા NDA નેતાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા સીટ માટે ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે. પીએમ મોદીએ કહ્યું કે જનતાના સંપૂર્ણ સમર્થનથી હું મારા ત્રીજા કાર્યકાળમાં નવી ઉર્જા સાથે અહીંના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે કામ કરતો રહીશ.
image 6વર્ષ 2019માં પીએમ મોદીએ વારાણસીથી બીજી વખત ઉમેદવારી નોંધાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જેમાં તેઓ વર્ષ 2019માં વારાણસીથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
આ તસવીર વર્ષ 2014ની છે, જ્યારે પીએમ મોદીએ પહેલીવાર વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે ભાજપના અનેક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે.