Photos: કર્ણાટક પ્રવાસ પર રાહુલ ગાંધી, લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અહીં જિલ્લા મુખ્યાલય સ્થિત મુરુગા મઠના મહંત પાસેથી લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી હતી. આ પ્રસંગે કોંગ્રેસના અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિવિધ મઠોના મહંતોની સલાહ લીધા પછી, મુરુગા મઠના મહંત શિવમૂર્તિ મુરુગા શરણે રાહુલ ગાંધીને લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા આપી. બાદમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે તે સન્માનની વાત છે કે તેમણે શ્રી જગદગુરુ મુરુગરાજેન્દ્ર વિદ્યાપીઠની મુલાકાત લીધી અને ડૉ. શ્રી શિવમૂર્તિ મુરુગા શરણનારુ પાસેથી 'ઈસ્ટલિંગ દીક્ષા' લીધી.
પ્રભાવશાળી લિંગાયત સંપ્રદાયની સ્થાપના 12મી સદીના સમાજ સુધારક અને કવિ બસવેશ્વરા દ્વારા કરવામાં આવી હતી, જેઓ કર્ણાટક અને મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા પડોશી રાજ્યોમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવે છે.
કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને તેમના પુરોગામી બીએસ યેદિયુરપ્પા પણ આ સંપ્રદાયના છે. આ સંપ્રદાય ખાસ કરીને ઉત્તર કર્ણાટકમાં પ્રબળ છે.
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસમાં એકતા અને પ્રેમના જાહેર પ્રદર્શનમાં પ્રદેશ અધ્યક્ષ ડી.કે. શિવકુમારે બુધવારે પાર્ટીના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાને તેમના 75માં જન્મદિવસના અવસર પર ગળે લગાવ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓ વચ્ચેનો આ પ્રકારનો પ્રેમ જોઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હસ્યા વગર રહી શક્યા નહીં.
આવતા વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી બાદ જો પાર્ટી સત્તામાં આવે તો શિવકુમાર અને સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અને બંનેના સમર્થકો સમયાંતરે પોતાનો દાવો વ્યક્ત કરતા રહે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મને સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમારને ગળે લગાડતા જોઈને આનંદ થયો.