વૉશરૂમમાં બ્લાસ્ટ થતાં ધમધમી આખી લૂધિયાણા કોર્ટ, જીવ બચાવવા લોકો આમ-તેમ ભાગ્યા, જુઓ તસવીરો........
Ludhiana Court Blast: લુધિયાણાની એક કોર્ટમાં બ્લાસ્ટ થવાથી એક શખ્સનુ મોત થઇ ગયુ છે. વળી, કેટલાય લોકો ઘાયલ થવાની આશંકા સેવાઇ રહી છે. જાણકારી અનુસાર, બ્લાસ્ટ લુધિયાણા જિલ્લા કોર્ટના પરિસરમાં બીજા માળે થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે રાહત બચાવ કાર્ય કર્યુ. બતાવવામાં આવી રહ્યું છે કે, કોર્ટ રૂમમાં જે રીડર્સના રૂમ હોય છે, તેની નજીક વૉશરૂમમાં આ બ્લાસ્ટ થયો છે, જેમાં એક શખ્સનુ મોત થયાની પુષ્ટી થઇ ગઇ છે.
બ્લાસ્ટ દરમિયાન કોર્ટ પરિસરમાં લોકો હાજર હતા, વળી બ્લાસ્ટ બાદ પરિસરમાં હડકંપ મચી ગયો. લોકો આમતેમ ભાગતા દેખાયા હતા.
બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે નીચેના માળના કાંચ તુટી ગયા. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે. આવામાં કોર્ટ પરિસરમાં આ રીતનો બ્લાસ્ટ કેટલાય પ્રકારના સવાલો ઉભા કરી દેછે.