Plane Crash: મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્રાઈવેટ જેટે કાબૂ ગુમાવ્યો, બે ટુકડા થઈ ગયા, અકસ્માતની તસવીરો
ગુરુવારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી લપસી ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતસવીરોમાં જોવા મળે છે કે દુર્ઘટના દરમિયાન વિમાનના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળે તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી ANIએ જણાવ્યું છે કે અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BMCએ આ વાતની પુષ્ટિ કરી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું છે કે VSR વેન્ચર્સ લિઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું.
પ્લેન મુંબઈ એરપોર્ટના રનવે 27 પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે અકસ્માત થયો અને તે રનવે પરથી સરકી ગયું.
ઘટના સમયે, ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે એરપોર્ટ પર વિઝિબિલિટી માત્ર 700 મીટર હતી.
DGCAએ કહ્યું છે કે વિમાન દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. દુર્ઘટના બાદ રનવે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદમાં ફરી ખોલવામાં આવ્યો હતો.
હાલ મુંબઈ એરપોર્ટ પર તમામ ગતિવિધિ સામાન્ય છે. જ્યાં વિમાન લપસી ગયું તે રનવે પર કામગીરી સામાન્ય છે.