PM Kisan Maandhan Yojna: મોદી સરકારની આ યોજના ખેડૂતો અને મજૂરોને 36,000 રૂપિયાનું પેન્શન આપશે!
PM Kisan Maandhan Yojna: દર વર્ષે મોદી સરકાર PM કિસાન સન્માન નિધિ યોજના ( PM Kisan Samman Nidhi Yojna) હેઠળ નાના અને મધ્યમ ખેડૂતોના બેંક ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. જેથી ખેડૂતો તેમની ખેતી માટે બિયારણ, ખાતર ખરીદી શકે. પરંતુ ખેડૂતોની વૃદ્ધાવસ્થાની ચિંતા કરતી મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM Kisan Maandhan Yojna) શરૂ કરી છે, જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન મળતું રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ, સરકાર ખેડૂતોને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર વાર્ષિક ઓછામાં ઓછું રૂ. 36,000 પેન્શન આપે છે. જેથી નાના અને મધ્યમ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સંકટનો સામનો કરવો ન પડે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ, ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ઓછામાં ઓછું 3,000 રૂપિયાનું પેન્શન મળતું રહેશે. જો ખેડૂતનું મૃત્યુ થાય છે, તો ખેડૂતની પત્નીને પેન્શનની રકમના 50 ટકા કુટુંબ પેન્શન તરીકે મળશે. ફેમિલી પેન્શનનો લાભ ફક્ત જીવનસાથીને જ મળશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ પેન્શન માટે અરજી કરનાર ખેડૂતની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને તેમને 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી 200 રૂપિયા ચૂકવવા પડશે.
60 વર્ષની ઉંમર થયા બાદ પેન્શન શરૂ કરવામાં આવશે. દર મહિને લાભાર્થીના પેન્શન ખાતામાં ઓછામાં ઓછું રૂ. 3,000 પેન્શન જમા થતું રહેશે.
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ પેન્શનનો લાભ લેવા માટે, ખેડૂત પાસે 2 હેક્ટરથી ઓછી ખેતીલાયક જમીન હોવી જોઈએ. આધાર કાર્ડ ઉપરાંત, લાભાર્થી ખેડૂત પાસે બચત ખાતું અથવા પીએમ કિસાન ખાતું હોવું જોઈએ.
નાના અને મધ્યમ ખેડૂત પાસે કોઈ EPF, ESIC અથવા NPS ખાતું ન હોવું જોઈએ, તો જ તેમને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ પેન્શનનો લાભ મળશે.