Vande Bharat Train: દેશને મળશે વધુ ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ, આ રૂટ્સ પર દોડશે
New Vande Bharat Train: દેશને ટૂંક સમયમાં એક સાથે ત્રણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. ચાલો જાણીએ કે આ ટ્રેનો કયા રૂટ પર દોડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય રેલવે વંદે ભારત ટ્રેનના નેટવર્કને દેશના ખૂણે-ખૂણે વિસ્તારવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ શ્રેણીમાં એક સાથે ત્રણ વંદે ભારત ટ્રેનોનું સંચાલન શરૂ થવા જઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંક પર દોડશે. ગયા અઠવાડિયે જ પશ્ચિમ રેલવેએ આ રૂટ પર 15 કિલોમીટરની ટ્રાયલ રન પૂર્ણ કરી છે.
આ ટ્રેન શરૂ થયા બાદ જમ્મુથી શ્રીનગરની મુસાફરી માત્ર 3.5 કલાકમાં પૂર્ણ થશે.
સિકંદરાબાદ-પુણે વંદે ભારત ટ્રેન રૂટ પર ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેન શરૂ થઈ શકે છે. હાલમાં શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને આ રૂટ પર 8.25 કલાકનો સમય લાગે છે. પરંતુ વંદે ભારત લોન્ચ થયા બાદ આ સમય મર્યાદા ઘટી જશે.
બેંગલુરુ-કોઈમ્બતુર રૂટને પણ ટૂંક સમયમાં નવી વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. લાઈવ મિન્ટમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ રૂટમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને રેલવે આ નિર્ણય લઈ શકે છે.
હાલમાં આ રૂટ પર વિવિધ સુપરફાસ્ટ ટ્રેનો દ્વારા મુસાફરી પૂર્ણ કરવામાં 6.45 મિનિટથી 9 કલાકનો સમય લાગે છે જે વંદે ભારતની શરૂઆત પછી ઘટશે.