PM મોદી-જો બાયડનની મિત્રતા 10 ફોટામાં કેદ
આ દરમિયાન મોદી અને બાયડન બંને વચ્ચે ગાઢ મિત્રતાની ઝલક જોવા મળી હતી. જુઓ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન વચ્ચેની મિત્રતાની સુંદર તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હાઇટ હાઉસ પહોંચ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડને પીએમ મોદીનું રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું હતું.
જો બાયડન રાજ્યની મુલાકાતે આવેલા પીએમ મોદી માટે તેમની મિત્રતા દર્શાવી હતી. તેમણે હાથ જોડીને પીએમ મોદીનું સ્વાગત કર્યું.
આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનને ગળે લગાવ્યા અને ઉષ્માભર્યા સ્વાગત માટે તેમનો આભાર માન્યો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું, બે મહાન રાષ્ટ્રો, બે મહાન શક્તિઓ, બે મહાન મિત્રો સાથે મળીને 21મી સદીની દિશા નિર્ધારિત કરી શકે છે.
પીએમ મોદીએ જો બાયડનનો તેમની મિત્રતા અને આ સન્માન માટે આભાર માન્યો હતો. પીએમએ કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
પીએમ મોદીએ યુએસ ફર્સ્ટ લેડી જીલ બાયડન અને યુએસ પ્રમુખ જો બાયડન સાથે વ્હાઇટ હાઉસની બાલ્કનીમાં આવીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.