PM મોદી બુદ્ધ પૂર્ણિમાએ કુશીનગર પહોંચ્યા, મહાપરિનિર્વાણ મંદિરમાં કરી પૂજા, જુઓ તસવીરો
PM Modi in Kushinagar : નેપાળ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ મોદી યુપીના કુશીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્થળની મુલાકાત લીધી હતી. આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેપાળના લુમ્બિનીથી પરત ફરેલા વડાપ્રધાન રોડ માર્ગે મહાપરિનિર્વાણ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં ભગવાન બુદ્ધની સૂતેલી મુદ્રાની પ્રતિમાની પૂજા કરી હતી.
વડાપ્રધાને ભગવાન બુદ્ધની પ્રતિમાને ચિવર વસ્ત્ર અર્પણ કર્યા. આ દરમિયાન મંદિરના પૂજારીઓએ વડાપ્રધાનને ભગવાન બુદ્ધની પ્રતિમા પણ અર્પણ કરી હતી.
વડાપ્રધાન મોદી નેપાળના લુમ્બિનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીધા કુશીનગર પહોંચ્યા હતા.
PM આજે લખનૌમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને ડિનરમાં પણ હાજરી આપી. PMએ મહાપરિનિર્વાણ મંદિરમાં દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.