45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે. વર્ષ 2022માં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે પરત લાવવા પોલેન્ડે ઘણી મદદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે, પરંતુ તે પહેલા તેઓ યુરોપના આઠમા સૌથી મોટા દેશમાં થોડા દિવસ રોકાશે. તેમની મુલાકાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
45 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન યુરોપિયન દેશ પોલેન્ડની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડ જશે. છેલ્લા 45 વર્ષમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાને આ દેશમાં પગ મુક્યો નથી.
વિદેશ મંત્રાલયે એ પણ માહિતી આપી હતી કે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે પીએમ મોદીને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીની મુલાકાતથી ત્યાંના નાગરિકો ખૂબ જ ખુશ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. ત્યાં જતા પહેલા તેઓ પોલેન્ડમાં બે દિવસ રોકાશે.
પોલેન્ડમાં રહેતા ભારતીય મૂળના લોકોએ મીડિયાને જણાવ્યું કે તેઓ પીએમ મોદીના આગમનથી ખૂબ જ ખુશ છે અને તેમના માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે.
પોલેન્ડમાં લગભગ 25 હજાર ભારતીયો રહે છે, જેમાંથી વિદ્યાર્થીઓની સંખ્યા 5 હજાર છે.
વર્ષ 2022માં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. યુદ્ધ દરમિયાન પોલેન્ડની સરકાર અને લોકોએ ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી.