PM Modi: વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા PM મોદી, 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે

PM Modi Visit Kanyakumari: લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. તે જ સમયે, પીએમ મોદી તેમની 3 દિવસની આધ્યાત્મિક યાત્રા પર કન્યાકુમારી પહોંચ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે તમિલનાડુ પહોંચ્યા હતા. તમિલનાડુમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે તેમનું ધ્યાન શરૂ થયું છે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી સાંજે 6.45 કલાકે મેડિટેશનમાં બેઠા હતા. હવે તે 45 કલાક ધ્યાન અવસ્થામાં રહેશે.
આ પહેલા પીએમ મોદી ભગવતી અમ્માન મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા કરી હતી.
પીએમ મોદીના સમુદ્રની વચ્ચે સ્થિત સ્મારક પર 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાજપના નેતાઓએ કહ્યું હતું કે આજે લોકસભા ચૂંટણી પ્રચારની સમાપ્તિ પછી, પીએમ મોદી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવેલા રોક સ્મારક પર ધ્યાન કરશે.