PM Surya Ghar Yojana: સૂર્યોદય યોજના મારફતે મફતમાં વિજળીની સાથે મળશે કમાણીની તક
PM Surya Ghar Yojana: જો તમે પણ પીએમ સૂર્યોદય યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તેના માટે કેવી રીતે અરજી કરવી. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની વિગતો અને તેના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્ર સરકારની સૂર્યોદય યોજનાનો લાભ લઈને દેશભરના કરોડો પરિવારો 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સાથે લોકોને કમાવાની તક પણ મળી રહી છે.
આ યોજના હેઠળ લાભાર્થીઓના ઘરે મફત સોલાર પેનલ લગાવવામાં આવશે. કેન્દ્ર સરકાર આ યોજનામાં કુલ 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.
સરકારે સૂર્યોદય યોજના દ્વારા સમગ્ર દેશમાં 1 કરોડથી વધુ પરિવારોને આ યોજનાનો લાભ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આ યોજના દ્વારા લાભાર્થીઓ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકે છે. આ સિવાય તમે જનરેટ થયેલી વીજળી વેચીને વાર્ષિક 17 થી 18 હજાર રૂપિયાની વધારાની આવક પણ મેળવી શકો છો.
આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાથી સબસિડીનો લાભ મળશે.તમે સ્કીમ માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઑફલાઇન તમે પોસ્ટ ઑફિસમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે નોંધણી કરાવી શકો છો.
આ ઉપરાંત તમે સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in પર જઈને યોજના માટે ઑનલાઇન અરજી કરી શકો છો.