Lok Sabha Elections 2024: પ્રશાંત કિશોરે જણાવી દિધુ કે BJPને કેટલી બેઠકો મળશે
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીના અબ કી બાર 400 પારને લઈ નિવેદન આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રશાંત કિશોરે કહ્યું, “ભાજપનો દાવો છે કે આ વખતે તેને 400થી વધુ બેઠકો મળશે, પરંતુ આ ચૂંટણીમાં ભાજપને આટલી બેઠકો નહીં મળે.
પ્રશાંત કિશોરે ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2019માં ભાજપને 303 સીટો મળી હતી, પરંતુ આ વખતે પણ તેઓ આ સંખ્યાની આસપાસ સીટો મેળવશે. ભાજપ કહી રહ્યું છે કે તેને 370થી વધુ બેઠકો મળશે અને NDAને 400થી વધુ બેઠકો મળશે, આવુ નહીં થાય. ભાજપને 270થી ઓછી નહીં અને 370 તો બિલકૂલ નહીં મળે.
પ્રશાંત કિશોરે કહ્યું કે જો વર્ષ 2019ના પરિણામોની વાત કરીએ તો ભાજપને ઉત્તર અને પશ્ચિમમાંથી 303માંથી માત્ર 250 બેઠકો મળી છે. આ વખતે જોવાનું રહેશે કે શું ભાજપ 50 સીટો પર હાર મળશે?
તેમણે કહ્યું કે આ વખતે પૂર્વ અને દક્ષિણમાં ભાજપનો વોટ શેર વધી શકે છે. બંગાળ, ઓડિશા, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં ભાજપને 15 થી 20 બેઠકો મળી રહી છે.
લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. દેશની 543 લોકસભા સીટોમાંથી 428 સીટો પર અત્યાર સુધીમાં મતદાન થઈ ચૂક્યું છે. હવે માત્ર 114 બેઠકો પર જ મતદાન થવાનું છે.