Radhika Look: મુકેશ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટે મહેંદી લૂકથી લૂંટી લાઇમલાઇટ, લોકો બોલ્યા- 'કોઇની નજર ના લાગે'
Radhika Merchant Mehendi Look: રાધિકા મર્ચન્ટ મહેંદી સેરેમનીમાં પિન્ક લેંઘામાં દેખાઇ હતી, પિન્ક લેંગાની સાથે રાધિકાએ 'રાની હાર' પહેરેલો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદુનિયાના સૌથી અમીર બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ તાજેતરમાં જ રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ કરી છે, આ પહેલા મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે. જેમાં રાધિકા મર્ચન્ટ એકદમ સુંદર પિન્ક કલરનાં લેંઘામાં બ્યૂટીફૂલ લાગી રહી છે. રાધિકાની આ તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જુઓ અહીં....
રાધિકા મર્ચન્ટ સેરેમનીમાં પિન્ક લેંઘામાં દેખાઇ હતી, પિન્ક લેંઘાની સાથે રાધિકા મર્ચન્ટે 'રાની હાર' પહેરેલો હતો, ઉલ્લેખનીય છે કે, રાધિકા મર્ચન્ટ પહેલા બૉલીવુડની કેટલીય હીરોઇનો આને પોતાના લગ્નમાં પહેરી ચૂકી છે.
નીતા અંબાણીની થનારી વહુએ લેંઘાની સાથે પૉલ્કી ચોકલ નેકલેસ, મેચિંગ ઇયરરિંગ્સ, અને માંગમાં ટીકો પણ કેરી કર્યો હતો. રાધિકા મર્ચન્ટનો લૂક અને તેનો ડાન્સ યૂઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
મહેંદી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે ગૉલ્ડ કલરનો લેંઘો પહેરેલો, કપલ એકદમ સુંદર લાગી રહ્યું હતુ,રાધિકાની તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે.
રાધિકા મર્ચન્ટ આ સેરેમનીમાં એકદમ સુંદર દેખાઇ રહી છે, વળી, ફોટોગ્રાફર્સને એકથી એક ચઢિયાતા પૉઝ પણ આપ્યા.
અનંત અંબાણીની થનારી પત્ની એટલે કે રાધિકા મર્ચન્ટે પોતાની મેહેંદી માટે કમ્પલેટ ઇન્ડિયન લૂક લીધોછે. લેંઘાની સાથે તેને ગુંથેલી ચોટલી બનાવી છે.જેને હેર એક્સેસરીઝથી સ્ટાઇલ કરવામાં આવી છે. ઓવરઓલ લૂકની વાત કરીએ તો રાધિકા એકદમ સુંદર લાગી રહી છે.