Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Rahul Gandhi: જમ્મુ-કાશ્મીરમાં લોકો વચ્ચે પહોંચ્યા રાહુલ ગાંધી, પાર્લરમાં આઈસ્ક્રીમનો માણ્યો સ્વાદ,જુઓ તસવીરો
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે (22 ઑગસ્ટ) કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો એ કૉંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા બ્લૉક બંને માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા પછી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતાએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં લોકોના લોકતાંત્રિક અધિકારોને પુનઃસ્થાપિત કરવાનું તેમની પાર્ટીનું લક્ષ્ય વ્યક્ત કર્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે તેમને આશા હતી કે ચૂંટણી પહેલા રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવામાં આવશે, પરંતુ ચૂંટણીની જાહેરાત એક પગલું આગળ છે. અમારી અને ઈન્ડિયા બ્લોકની પ્રાથમિકતા જમ્મુ અને કાશ્મીરમાં શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની છે.
કોંગ્રેસના નેતાએ જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે તેમના ઊંડા જોડાણ વિશે વાત કરી અને તેમને પાર્ટીના અતૂટ સમર્થનની ખાતરી આપી.
તેમણે કહ્યું, અમે સમજીએ છીએ કે તમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છો. અમે હિંસાનો અંત લાવવા માંગીએ છીએ.
જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે સન્માન અને ભાઈચારાની સાથે 'નફરતના બજારમાં પ્રેમની દુકાન' ખોલવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે આઝાદી પછી આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં ફેરવવામાં આવ્યું હોય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય ઢંઢેરામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં લોકોના લોકતાંત્રિક અધિકારોને પુનઃસ્થાપિત કરવા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે, રાહુલ ગાંધીએ જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે મુલાકાત કરી આગામી વિધાનસભા ચૂંટણી માટે ગ્રાઉન્ડ લેવલની તૈયારીઓ વિશે માહિતી એકઠી કરી, જે ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાશે. અને 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.