Rajasthan Election 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના 3 સૌથી ધનિક ઉમેદવાર, સંપત્તિ જાણીને ચોંકી જશો
રફીક મંડેલિયા - ચૂરુ જિલ્લાના ચૂરુ મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રફીક મંડેલિયા આ ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે રૂ. 1,66,48,38,662 (166+ કરોડ)ની કુલ સંપત્તિ જાહેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રેમ સિંહ બાજોર - 2023ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના પ્રેમ સિંહ બાજોર બીજા અમીર ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,23,23,31,111 (123+ કરોડ) છે. તે સીકર જિલ્લાના નીમ કા થાણા વિસ્તારમાંથી ચૂંટણી લડશે.
3 અંજના ઉદયલાલ - ચિત્તોડગઢ જિલ્લાની નિમ્બહેરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, અંજના ઉદયલાલ ત્રીજા સૌથી ધનિક ઉમેદવાર છે. તેમની કુલ સંપત્તિ રૂ. 1,22,94,84,569 (122+ કરોડ) છે.
ભાજપના 176 ઉમેદવારો છે કરોડપતિ - રાજકીય પક્ષોના મતે ભાજપના 200 ઉમેદવારોમાંથી મહત્તમ 176 (88 ટકા) કરોડપતિ છે. RLPના 78માંથી 36 ઉમેદવારો, CPI(M)ના 18 ઉમેદવારોમાંથી 5 અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના 17માંથી 1 ઉમેદવાર કરોડપતિ છે.
કોંગ્રેસના 167 ઉમેદવારો કરોડપતિ - કોંગ્રેસની વાત કરીએ તો તેના 199 ઉમેદવારોમાંથી 167 (84 ટકા) કરોડપતિ છે. આ પછી BSPના 185 ઉમેદવારોમાંથી 36 અને AAPના 86માંથી 29 (34 ટકા) ઉમેદવારો કરોડપતિ છે.