Uttarkashi Tunnel Rescue: રેટ માઈનર્સે ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢ્યા, CM ધામીએ શાલ ઓઢાડી કર્યું સ્વાગત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોમાં વિજય હોરીને સૌથી પહેલા બહાર કાઢવામાં આવ્યા હતા. આ પછી ગણપતિ હોરીને બહાર કાઢવામાં આવ્યા હતા.એક બાદ એક તમામ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
રેટ માઈનર્સ આ કામદારો માટે ભગવાન બનીને સામે આવ્યા છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ તમામ મજૂરોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.
સીએમ પુષ્કર સિંહ ધામી ઉત્તરકાશીમાં ચાલી રહેલા બચાવ અભિયાન પર સતત નજર રાખી રહ્યા હતા.
સીએમ પુષ્કર સિંહ ધામીની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ છેલ્લા ઘણા દિવસોથી સિલ્ક્યારા ટનલ ખાતે બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા હતા.
ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી 41 મજૂરો ફસાયેલા હતા. જેના બચાવમાં અનેક મુશ્કેલીઓ પડી રહી હતી.
રેટ માઈનિંગ કરનારાઓની ટીમે હાથ વડે ખોદકામ કરીને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રેટ માઈનર્સ નાના વિસ્તારોમાં જ્યાં મશીન ન ચાલી શકે ત્યાં ધીમે ધીમે હાથથી ખોદકામ કરે છે. તેથી જ તેને 'રેટ માઈનર્સ' કહેવામાં આવે છે.