Russia Fighter Aircraft: ભારતને Su-75 ચેકમેટ વિમાન વેચવા માંગે છે રશિયા, પરંતુ IAFનો છે ઇનકાર, જાણો કારણ
Sukhoi Su-75 Checkmate: ભારતીય વાયુસેના રશિયાના Su-75 ચેકમેટ લાઈટ ટેક્ટિકલ ફાઈટર પ્લેનમાં ખુબ રસ લઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ભારત અને રશિયા આ પ્રૉજેક્ટમાંથી ખસી શકે છે. ભારતીય વાયુસેનાને રશિયાના Su-75 ચેકમેટ ફાઇટર એરક્રાફ્ટમાં રસ નથી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરશિયા હાલમાં મિગ-29 ફાઈટર પ્લેનના કાફલાની જગ્યાએ ભારતને Su-75 ચેકમેટ લાઈટ ટેક્નિકલ ફાઈટર વેચવા માંગે છે.
ભારતીય વાયુસેના Su-75 ચેકમેટ લાઇટ ટેક્ટિકલ ફાઇટર પ્લેન સાથે આરામદાયક લાગતી નથી.
રશિયાએ 2021માં પ્રથમ વખત ચેકમેટ મૉડલનું પ્રદર્શન કર્યું. ત્યારે એવી અપેક્ષા હતી કે ભારત પણ તેના પ્રોજેક્ટમાં રસ લેશે.
સંરક્ષણ મીડિયા આઉટલેટ IDRW એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, આ વિમાનની ઉડાન ઘણી વખત રદ કરવામાં આવી છે. આ 2026-2027 સુધી અપેક્ષિત નથી.
મોદી સરકારે એડવાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ એરક્રાફ્ટ પ્રૉગ્રામ હેઠળ તેના 5મી પેઢીના ફાઇટર પ્રૉજેક્ટને મંજૂરી આપી છે.
આ પ્રૉજેક્ટમાં 2029 સુધીમાં પાંચ પ્રૉટૉટાઈપ બનાવવામાં આવશે. ત્યારથી એવું માનવામાં આવે છે કે ભારત રશિયન પ્રૉજેક્ટથી અલગ થવા માંગે છે.
બિઝનેસ ઇનસાઇડર માટેના એક આર્ટિકલમાં સેન્ટર ફૉર સિક્યૉરિટી પોલિસીના વિશ્લેષક માયા કાર્લીને આ રશિયન પ્રૉજેક્ટને લિમ્પિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાવ્યો હતો.
સંયુક્ત આરબ અમીરાત પણ આ રશિયન પ્રૉજેક્ટમાંથી ખસી ગયું છે અને રશિયાને ફંડિંગને લઈને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.