Scuba Diving: 'સ્કૂબા ડાઇવિંગ'નો લેવો છે ફૂલ એક્સપીરિયન્સ, તો આ 4 જગ્યાઓને પોતાના ટ્રાવેલ લિસ્ટમાં કરી દો એડ, જુઓ..............
Scuba Diving In India: સમુદ્રી જીવોની જિંદગીને નજીકથી જોવાના શોખીનો માટે સ્કૂબા ડાઇવિંગથી બેસ્ટ અને શાનદાર રીત બીજી કોઇ નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફરવાના શોખી લોકોના લિસ્ટમાં સ્કૂબા ડાઇવિંગ હંમેશાથી પ્રાયૉરિટીમાં જ રહ્યુ છે. વાદળી સમુદ્રમાં રંગીન અને અલગ અલગ જીવોને જોવાનું કોને નહીં ગમે.
સ્કૂબા ડાઇવિંગ એક એવો એક્સપીરિયન્સ છે, જેને જિંદગીમાં એકવાર તો દરેકે જરૂર અનુભવ કરવો જોઇએ. આજે અમે તમને ભારતની એવી પાંચ જગ્યાએ વિશે બતાવી રહ્યા છીએ, ત્યાં જઇને તમે ખુલીને સમુદ્રની ઉંડાઇમાં જઇને સ્કૂબા ડાઇવિંગની મજા લઇ શકો છો.
તમે અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સ્કૂબા ડાઇવિંગની ફૂલ મજા લઇ શકો છો. કેમકે બંગાળની ખાડીમાં અલગ અલગ રીતે સમુદ્રી જીવ મળી આવે છે, અંડમાનને ભારતનું શાનદાર સ્કૂબા ડાઇવિંગ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહીં ક્રિસ્ટલ -ક્લિયર વૉટર તમને પોતાની લાઇફનો સૌથી બેસ્ટ સ્કૂબા ડાઇવિંગ એક્સપીરિયન્સ આપશે. જ્યારે તમે પાણીમાં ડુબલી લગાવશો તો તમને કાચબા, મોરે ઇલ્સ, ટ્રાવેલી, મન્ટા રે અને બેટફિશ જેવી અલગ અલગ પ્રકારની દરિયાઇ જીવ જોવા મળશે.
આરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ સમૂહ પણ સ્કૂબા ડાઇવિંગ કરવાના શોખીનો માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન છે, અહીં ક્રિસ્ટલ-ક્લિયર વૉટર સ્કૂબા ડાઇવિંગ માટે લક્ષદ્વીપને એક બેસ્ટ ડેસ્ટિનેશન બનાવે છે. જાણીતા ડાઇવિંગ સ્પૉટ્સમાં લૉસ્ટ પેરાડાઇઝ, ફિશ સૂપ, પ્રિન્સેસ રૉયલ, ક્લાસરૂમ, મન્ટા પૉઇન્ટ અને ડૉલ્ફિન રીફ સામેલ છે.
ગોવામાં તો દરેક પ્રકારના ટૂરિસ્ટ માટે કંઇક ને કંઇક ઉપલબ્ધ છે. ભારતમાં પશ્ચિમી કાંઠા પર આવેલું આ રાજ્ય એક પૉપ્યૂલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. જો આ રાજ્યમાં ફવા માટે જઇ રહ્યાં છો, તે આરબ સાગરના ક્રિસ્ટલ ક્લિયર વૉટરમાં સ્કૂબા ડાઇવિંગની મજા લેવાની બિલકુલ ના ભૂલો.
ભારતમાં બેસ્ટ સ્કૂબા ડાઇવિંગ ડેસ્ટિનેશનમાં પૉન્ડુચેરીનુ નામ પણ સામેલ છે. પોન્ડુચેરી આવનારા લોકોને અહીંની સ્કૂબ ડાઇવિંગ એક્સપીરિયન્સ બિલકુલ મિસ ના કરવો જોઇએ.