Wedding Pics: સીમા હૈદર અને સચીનના લગ્નની તસવીરો આવી સામે, જુઓ......
Seema Haider News: આજકાલ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં સીમા અને સીનની લવ સ્ટૉરીનો મુદ્દો ગરમ છે, બન્ને દેશોના લોકો આના પર જુદાજુદા નિવેદનો અને તર્ક આપી રહ્યાં છે. પાડોશી દેશ પાકિસ્તાનની સરહદ પાર કરનાર સીમા હૈદર હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં છે. લેટેસ્ટ ઘટનાક્રમમાં ભારતમાં રહેતા સચીન મીના અને પાકિસ્તાની સીમા હૈદરના લગ્નની તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીમા હૈદર અને સચીને નેપાળના મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમા તેના ચાર બાળકો સાથે ભારત આવી છે.
સીમા નેપાળ થઈને ભારત આવી અને ગ્રેટર નોઈડામાં સચિન નામના યુવક સાથે રહેવા લાગી હતી. ફોટામાં જોઈ શકાય છે કે સીમા દુલ્હનની જેમ સજેલી છે.
સીમા અને સચીને એકબીજાના ગળામાં માળા પહેરાવી. બંનેએ હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ તસવીર નેપાળમાં જ લેવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ઘણા દિવસોથી રહેતી સીમાની અગાઉ સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી.
આ પછી યુપી એટીએસની ટીમે સીમા અને સચીનની પણ અટકાયત કરી હતી અને તેમની બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.