Sun Halo Photos: કુદરતનો ‘કરિશ્મા’, બેંગલુરુના આકાશમાં સૂર્યની ચારેય બાજુ જોવા મળ્યો અનોખો ‘પ્રભા મંડળ’
બેંગલુરુઃ કોરોના મહામારી સંકટના સમયમાં વાસ્તવિક જગતનથી લઈને આભાસી દુનિયા સુધી નિરાશાનજક સમાચારો અને પરેશાન કરનારી વાતો અને ઘટનાઓ સામે આવી રહી છે. પડકારજનક સમયમાં લોકોને પસંદ પડે અને રચનાત્મક વસ્તુઓ જોવાનું બધાને સારું લાગુતં હોય છે. બેંગલુરુમાં સોમવારે સવારે પ્રકૃતિની એક આવી જ અનોખી રચના જોવા મળી છે. શહેરના લોકો આજે સવારે જ્યારે ઉંઘીને ઉઠ્યા તો આકાશમાં તેમને પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવારે સૂર્યની ચારેય બાજુએ એક સતરંગી ‘પ્રભા મંડળ’ જોવા મળ્યું. સૂર્યને ગોળાકારમાં ઘેરેલ આ પ્રભા મંડળે બધાને પોતાના તરફ આકર્ષિત કર્યા. આ દૃશ્ય ખૂબ જ રોમાંચિત કરનારું અને મનને આરામ આપનારું હતું. અનેક લોકોએ આ અદ્ભૂત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યા. પ્રકૃતિનો આ અદ્ભૂત નજારો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી લોકો ખુદને રોકી ન શક્યા.
ટ્વિટર પર સંયુક્તા હોનાર્ડ નામના યૂઝરે લખ્યું, ‘ઇન્દ્રધનુષ રંગમાં સૂર્યની ચારેય બાજુ પ્રભા મંડળ. તમે કદાચ તેને જાદુ કહો પણ આ સત્ય છે.’
સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાં રહેલ પાણીના કણોના સંપર્કમાં આવે છે ત્યારે સૂર્યની ચારેય બાજુએ પ્રભામંડળનું નિર્માણ થાય છે.
ટ્વીટર પર એક અન્ય યૂઝરે અદ્ભૂત તસવીર શેર કરતાં લખ્યું – ‘સર્કિલ ઓફ ફાયર’