સીરિયામાં કાબૂલ, કોલંબો અને ઢાકા જેવી મોમેન્ટ, તસવીરોમાં જુઓ લોકોએ બશરના રાષ્ટ્રપતિ પેલેસમાં મચાવી લૂંટ
મિડલ ઇસ્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘણા મોરચે યુદ્ધની વચ્ચે સીરિયા પર વિદ્રોહીઓએ કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદે તેમના પરિવાર સાથે રશિયામાં રાજકીય આશ્રય લીધો છે. આ દરમિયાન સીરિયામાંથી આવી અનેક તસવીરો સામે આવી રહી છે, જે આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં સીરિયા ચોથો દેશ છે જ્યાં વિદ્રોહીઓના કબજામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. સીરિયાથી આવી ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો રાષ્ટ્રપતિ ભવનની અંદર લૂંટફાટ કરતા અને હંગામો મચાવતા જોવા મળ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન, બાંગ્લાદેશના બંગા ભવન અને કાબુલમાંથી પણ આવી જ લૂંટ જોવા મળી હતી.
તસવીરોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ ભવન પર લોકોની ભીડ ઉમટી પડી છે. લોકોએ માલ-સામાન લૂંટ કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં દરેક જગ્યાએ સામાન પથરાયેલો છે. લોકો અંધારામાં ટોર્ચ લઇને વસ્તુઓ શોધી રહ્યા છે. એક તસવીરમાં એક મહિલા ડિઝાઇનર કપડા સાથે રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળી રહી છે. આ મહિલાએ પોતાના ખભા પર કપડાંનો ઢગલો રાખ્યો છે અને તે આનંદથી બહાર આવી રહી છે.રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસેલું ટોળું માત્ર લૂંટ જ નથી કરી રહ્યું પણ મોંઘા સોફા પર બેસીને ફોટા અને સેલ્ફી પણ લઈ રહ્યું છે.
2011માં સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો હતો. સીરિયામાં પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને લોકશાહી, નાગરિક સ્વતંત્રતા અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગણી કરવા લાગ્યા હતા. બશર અલ-અસદે આ વિરોધને વિદેશી ષડયંત્ર ગણાવ્યું હતું અને દેખાવકારોને આતંકવાદી ગણાવ્યા હતા. તેમની સેનાએ વિરોધીઓ સામે હિંસક કાર્યવાહી કરી, જેનાથી વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. ટૂંક સમયમાં આ શાંતિપૂર્ણ આંદોલન એક મોટા સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ ગયું હતું.
રાષ્ટ્રપતિ ભવન ખાતે ઉમટેલી ભીડે સમગ્ર રાષ્ટ્રપતિ ગૃહમાં હાહાકાર મચાવી દીધો હતો. આ તસવીરો આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવે છે, જ્યાં ટોળાએ સમાન રીતે લૂંટ ચલાવી હતી. 27 નવેમ્બરે વિપક્ષી લડવૈયાઓએ સીરિયન આર્મી પર મોટો હુમલો કર્યો હતો. પ્રથમ હુમલો વિપક્ષના કબજા હેઠળના ઇદલિબ અને પડોશી અલેપ્પોની વચ્ચેની ફ્રન્ટ લાઇન પર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી વિપક્ષી લડવૈયાઓએ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો.
5 ઓગસ્ટ, 2024ના રોજ બાંગ્લાદેશમાં હિંસા બાદ લોકો વડાપ્રધાન ગૃહમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન લોકોએ પીએમ હાઉસમાં મોટાપાયે લૂંટફાટ કરી હતી. 8 જુલાઈ, 2022ના રોજ શ્રીલંકામાં બળવો થયો હતો. શ્રીલંકાને નાદાર જાહેર કરવામાં આવ્યું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા લોકો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા અને મોટાપાયે લૂંટફાટ કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોટાબાયાએ દેશ છોડી દીધો હતો.ઓગસ્ટ 2021માં તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવાની જાહેરાત બાદ તાલિબાનોએ હુમલો કર્યો અને અફઘાન સેનાએ હાર સ્વીકારી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા.