Bharat Gaurav Train: રામ જન્મભૂમિથી લઇને પ્રયાગરાજના દર્શન માટે IRCTCએ શરૂ કરી ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન
IRCTC Tour: IRCTC રામ જન્મભૂમિ માટે ખાસ ટૂર પેકેજ લાવ્યું છે. આ માટે સ્પેશ્યલ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTC Tour for Shri Ram Janam Bhoomi: આઈઆરસીટીસી રામ ભક્તો માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન દ્વારા રામ જન્મભૂમિ સ્પેશ્યલ ટુર પેકેજ લઇને આવ્યું છે. અયોધ્યા સિવાય તમને પ્રયાગરાજ અને ત્રણ જ્યોતિર્લિંગોના દર્શન કરવાની પણ તક મળી રહી છે. અમે તમને આ પેકેજ વિશે માહિતી આપી રહ્યા છીએ.
આ પેકેજનું નામ છે Shree Ram Janam Bhoomi - Ayodhya, Prayagraj with 03 Jyotirlinga Darshan. આમાં તમને ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન દ્વારા આ તમામ સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે.
આ પેકેજ 5 ફેબ્રુઆરી 2024 ના રોજ રાજકોટ, ગુજરાતથી શરૂ થશે. આ પેકેજમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્ર નગર, વિરમગામ, સાબરમતી, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, મેઘનગર અને રતલામથી બેસી શકાય છે.
આ પેકેજમાં તમને અયોધ્યા, પ્રયાગરાજ, શૃંગવેરપુર, ચિત્રકૂટ, વારાણસી, ઉજ્જૈન અને નાસિકના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે.
આમાં તમે એસી (Economy), 3 એસી (Comfort Class) અને 2 એસી (Superior)માંથી કોઈપણ ક્લાસ પસંદ કરી શકો છો. આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાત માટે છે. જેમાં તમામ મુસાફરોને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે.
તમામ મુસાફરોને ક્લાસ પ્રમાણે એસી અને નોન એસી હોટલના રૂમમાં રહેવાની તક મળી રહી છે. તમામ સ્થળોએ જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ પેકેજના ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરવા માટે તમારે 20,500 રૂપિયા, કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવા માટે 33,000 રૂપિયા અને Superior ક્લાસમાં મુસાફરી કરવા માટે 46,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.