3 ખેલાડીઓ પર દુષ્કર્મનો કેસ કરનારી મહિલાએ 18 વર્ષ બાદ ખોલ્યુ રાજ, પોતાના જ જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ
Viral News: કાયદાઓ લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવે છે, અને એટલા માટે બનાવવામાં આવે છે કે દેશમાં લોકોના અધિકારોનું રક્ષણ કરી શકાય અને લોકોને જુલમથી બચાવી શકાય.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ કેટલાક લોકો કાયદાનો ગેરલાભ ઉઠાવીને તેમની સાથે અંગત અદાવત રાખીને લોકોનું જીવન બરબાદ કરે છે.
આવું જ કંઈક અમેરિકાની ડ્યૂક યૂનિવર્સિટીમાં થયું, જ્યાં ક્રિસ્ટલ મંગુમ નામની મહિલાએ ત્રણ લેક્રૉસ ખેલાડીઓ પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યો હતો.
2006માં આ ખેલાડીઓ પર 13 માર્ચ 2006ના રોજ અમેરિકામાં રેપનો આરોપ લાગ્યો હતો, આ ત્રણેય યૂનિવર્સિટીના ખેલાડીઓએ એક પાર્ટીમાં ક્રિસ્ટલ મંગમને ડાન્સ કરવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રદર્શન પછી મંગુમે આરોપ લગાવ્યો હતો કે ત્રણ ખેલાડીઓ-ડેવિડ ઇવાન્સ, કૉલિન ફિનર્ટી અને રીડ સેલિગમેન-એ તેના પર દુષ્કર્મ આચર્યુ અને તેની સાથે જબરદસ્તી કરી હતી.
જોકે, બળાત્કારના આરોપો ખોટા હોવાનું જણાયું હતું અને કોર્ટે 2007માં આ ખેલાડીઓ સામેના તમામ દુષ્કર્મના કેસો પાછા ખેંચી લીધા હતા અને આશ્ચર્યની વાત એ છે કે જે મહિલાએ આરોપો લગાવ્યા હતા તે પોતે જ તેના બૉયફ્રેન્ડની હત્યા માટે દોષી સાબિત થઈ હતી.
ગયા મહિને 'નૉર્થ કેરોલિના કરેક્શનલ વિમેન્સ ઈન્સ્ટિટ્યૂટ'માં એક ઈન્ટરવ્યૂ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જ્યાં સજા ભોગવી રહેલી ક્રિસ્ટલે કહ્યું હતું કે મેં તે ત્રણ લોકો પર દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યો હતો, આશા હતી કે તેઓ મને માફ કરશે.