આ તસવીરો તમને કરી દેશે ભાવુક, સાયકલથી લઈને રોકેટ સુધી ચંદ્રયાનની સફર..
ભારતે તેનું પ્રથમ રોકેટ 1963માં લોન્ચ કર્યું હતું. ત્યારે રોકેટ અને તેના ભાગોને સાયકલ અને બળદગાડા દ્વારા લઈ જવામાં આવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવું કહેવાય છે કે જ્યારે તમારા ઇરાદા ઊંચા હોય છે, ત્યારે તમે કંઈપણ પ્રાપ્ત કરી શકો છો.
જ્યારે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૂ થયો, તે સમયે આ દેશને સાપ સપેરાનો દેશ કહેવામાં આવતો હતો.
રોકેટ લોન્ચ કરવા માટે સાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.1963ની આ તસવીર પર દુનિયા ભારત પર હસી રહી હતી. પરંતુ આજે ભારત અવકાશમાં દુનિયાને રસ્તો બતાવી રહ્યું છે.
ISRO આજે વિશ્વના ઘણા દેશોના ઉપગ્રહો લોન્ચ કરી રહ્યું છે.સ્પેસ મિશનનું બીજું રોકેટ ભારે હતું, તેથી વૈજ્ઞાનિકોએ તેને બળદગાડી પર લઈ જવામાં આવ્યું.
આ તસવીર 2023ની છે. આ જોઈને તમારી છાતી ગર્વથી ફૂલી જશે. ભારતે ચંદ્રયાન 3 મિશનના લોન્ચિંગની તારીખ 13 જુલાઈએ જાહેર કરી છે.