Weather Updates: વરસાદથી સ્થિતિ બગડશે! યુપી બિહાર સહિત 11 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી, જાણો આજનું હવામાન કેવું રહેશે
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે વીજળી અને તોફાન પછી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાનો છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને છત્તીસગઢ એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં આગામી 5 દિવસ વરસાદ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈએમડી અનુસાર, દરિયાકાંઠાના કર્ણાટકમાં શનિવારે (6 જુલાઈ) ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે.
હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગંગેય પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ગુજરાતમાં તોફાન અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે.
સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, હરિયાણા, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, લક્ષદ્વીપ, કેરળ અને દક્ષિણી આંતરિક કર્ણાટકમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. દિલ્હી, લદ્દાખ, રાયલસીમા, મરાઠવાડા, તેલંગાણા, ઉત્તરી આંતરિક કર્ણાટક અને તમિલનાડુમાં પણ હળવો વરસાદ શક્ય છે.
હવામાન વિભાગ દ્વારા પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્ર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટમાં ખરાબ હવામાન માટે લોકોને સાવધાન કરવામાં આવે છે. આનાથી જનજીવન પ્રભાવિત થાય છે.
હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, પશ્ચિમી રાજસ્થાન, પૂર્વી ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, મણિપુર અને કેરળ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. યેલો એલર્ટનો અર્થ એ છે કે હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જેનાથી જનજીવન પ્રભાવિત થશે. યેલો એલર્ટમાં 64.5 મિમીથી લઈને 115.5 મિમી સુધી વરસાદ થાય છે.
હવામાન વિભાગ દ્વારા ગ્રીન, યેલો, ઓરેન્જ અને રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. સૌથી ખરાબ રેડ એલર્ટ માનવામાં આવે છે, કારણ કે આ દરમિયાન એટલો વધારે વરસાદ થાય છે, જેનાથી પૂરનું જોખમ ઊભું થઈ જાય છે. હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં તેજ પવન ફૂંકાવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે.