કયા મોટા વિભાગે મોદી સરકારને ગરીબોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ આપવા સલાહ આપી, શૂ સૂચનો સૂચવ્યા, જાણો અહીં......
નવી દિલ્હીઃ દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRAIએ ગરીબોને ઇન્ટરનેટમાં સબસિડી આપવા માટે ભલામણ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાઇએ સરકારને કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની સબસિડી આપવી જોઇએ. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબોને આપી શકાય છે. આ ઉપરાંત ટ્રાઇએ સરકારને બીજા પણ કેટલાક સૂચનો આપ્યા છે.
2 MBPS હોય મિનીમમ સ્પીડ- TRAI અનુસાર કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમની સાથે ઓનલાઇન અભ્યાસ અને બિઝનેસ એક્ટિવિટીઝ માટે ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થવો જોઇએ. આ માટે ઇન્ટરનેટ સ્પીડને મિનીમમ 512 KBPSથી વધારીને 2 MBPS કરવાની જરૂર છે. ટ્રાઇનુ કહેવુ છે કે સ્પીડને વધારવા માટે બ્રૉડબેન્ડ સર્વિસ આપનારી કંપનીઓના ખર્ચને ઓછો કરવો પડશે. આવામાં લાયસન્સ ફી ઘટાડવાની જરૂર પડશે.
હરાજીમાં લાવવી જોઇએ તેજી- TRAIએ પોતાની ભલામણમાં કહ્યું કે, સરકારને ઉપલબ્ધ મિડ બેન્ડ સ્પેક્ટ્રમ એટલે કે 3300 મેગાહર્ટ્ઝથી 3600 મેગાહર્ટ્ઝની હરાજી કરવી જોઇએ.મોબાઇલ બ્રૉડબેન્ડની સ્પીડને વધુ વધારવા માટે IMT-2020 ઉદેશ્ય માટે એમએમ-વેવ રેન્જમા સ્પેક્ટ્રમની વહેંચણીમાં તેજી લાવવી જોઇએ.
TRAIએ આપી આ સલાહ- TRAIને સરકારે બ્રૉડબેન્ડ સર્વિસને ત્રણ કેટેગરીની સલાહ આપી છે. જેમાં મિનીમમ સ્પીડને 2 MBPS સુધી વધારવી, 50 થી 300 MBPSની ડાઉનલૉડ સ્પીડની ફાસ્ટ સર્વિસ અને 300 MBPSથી વધુની સુપર ફાસ્ટ સર્વિસ સામેલ છે.
એક યૂઝર મહિનામાં 13,462 MB ડેટાનો યૂઝ કરે છે. અત્યારે 512 KBPSની મિનીમમ ડાઉનલૉડ સ્પીડને બ્રૉડબેન્ડ કનેક્શન માનવામાં આવે છે.