Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Bhasma Holi 2022: વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખ સાથે રમાઈ હોળી, જુઓ મસાણની આ અનોખી હોળીની તસવીરો
Bhasma Holi 2022: હોળીની તૈયારી પૂરજોશમાં છે. વાસ્તવમાં, કોરોના સંકટના બે વર્ષ પછી, આ વખતે થોડી રાહત છે, તેથી રંગોના તહેવારને લઈને લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળી પહેલા જ ઉજવણી અને ધૂમ શરૂ થઈ ગઈ છે. મથુરા અને બરસાનેની લઠ્ઠમાર હોળી હોય કે ફૂલોની હોળી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, વારાણસીમાં રમાતી ચિતાભસ્મની હોળી (Bhasma Holi 2022) પણ ખૂબ પ્રખ્યાત છે. જુઓ તેની કેટલીક ખાસ તસવીરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશીના મણિકર્ણિકા ઘાટ પર ચિતા ભસ્મની હોળી રમવામાં આવી હતી. હોળી રમવા માટે કાશીના મણિકર્ણિકા ઘાટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
બાબા વિશ્વનાથની નગરીમાં મસાણની હોળી જોવા માટે વિદેશથી પણ લોકો આવે છે. અહીં હુરિયરોએ ચિતાની રાખ સાથે હોળી રમી હતી.
સેંકડો લોકો મણિકર્ણિકા ઘાટ પર પહોંચ્યા અને સળગતી ચિતાઓ વચ્ચે એક બીજા પર રાખ ચોળી.
એવું માનવામાં આવે છે કે બાબા વિશ્વનાથ પોતે રંગભરી એકાદશીના દિવસે પોતાના ગણો સાથે હોળી રમવા માટે અહીં આવે છે. આ માન્યતાને કારણે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો ચિતા ભસ્મની હોળીમાં ભાગ લેવા આવે છે.