In Photos: અમેરિકાના રાજદૂતે મુકેશ અંબાણી, શાહરૂખ ખાન સાથે કરી મુલાકાત, કહી આ વાત
એરિક ગાર્સેટીએ રિલાયન્સના મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. જે બાદ ટ્વિટ કરીને લખ્યું રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રિલાયન્સની નવીનતાઓ વિશે જાણવા અને વધુ #USIndiaTogether આર્થિક સહયોગ માટેના રસ્તાઓ શોધવા માટે મુકેશ અંબાણી સાથેની શાનદાર મુલાકાત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય એક ટ્વિટમાં એરિકે લખ્યું, ભારતમાં કેરી વિના ઉનાળાનો સમય અધૂરો છે? ભારતની અગ્રણી ફાર્મ-ટુ-હોમ એજી-ટેક ફ્રૂટ કંપનીઓમાંની એક અને લાભાર્થી, INI ફાર્મ્સના સીઈઓ પૂર્ણિમા ખંડેલવાલનો આભાર
શાહરૂખ સાથે મુલાકાત બાદ એરિક ગાર્સેટીએ ટ્વિટ કરીને લખ્યું, શું મારા બોલિવૂડ ડેબ્યૂનો સમય આવી ગયો છે? સુપરસ્ટાર સાથે અદ્ભુત ચેટ કરી.
એરિકે શાહરૂખના નિવાસસ્થાન મન્નત ખાતે, મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ વિશે વધુ શીખવા અને સમગ્ર વિશ્વમાં હોલીવુડ અને બોલિવૂડની વિશાળ સાંસ્કૃતિક અસરની ચર્ચા કરી હતી.
હાથવણાટની કામગીરી નીહાળતા એરિક ગાર્સેટી.
આ ઉપરાંત તેમણે મુંબઈમાં મહાત્મા ગાંધીના ઘર મણિ ભવનની મુલાકાત લીધી અને લખ્યું અસાધારણ જીવનના આર્કાઇવ્સ બ્રાઉઝ કર્યા. 1959 માં તેમની મુલાકાત દરમિયાન ડૉ. માર્ટિન લ્યુથર કિંગ, જુનિયર અને કોરેટા સ્કોટ કિંગ દ્વારા હસ્તાક્ષર કરાયેલ અતિથિ પુસ્તક જોવાનો કેવો લહાવો છે.
મણિ ભવનની મુલાકાત વખતે એરિક ગાર્સેટીની તસવીર.
તમામ તસવીર સૌજન્યઃ @USAmbIndia