Vayu Shakti 2024: રાફેલ-મિગથી લઇને તેજસ સુધી... PAK સીમા નજીક ભારતે દુશ્મનોના આવી રીતે ઉડાવ્યા હોશ, તસવીરોમાં જુઓ અભ્યાસ....
રાત્રે પણ આ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેગુઆર, સુખોઈ-30, પ્રચંડ હેલિકોપ્ટર, આકાશ મિસાઈલ સિસ્ટમ અને M777 હોવિત્ઝર રાતમાં સામેલ હતા
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/9
IAF Vayu Shakti-24: ભારતીય વાયુસેનાએ શનિવારે (17 ફેબ્રુઆરી) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક પોખરણ રેન્જમાં 'વાયુ શક્તિ-2024' કવાયતના ભાગ રૂપે લડાઇ અને હુમલાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતુ.
2/9
"લાઈટનિંગ સ્ટ્રાઈક ફ્રૉમ ધ સ્કાય" ની થીમ પર આધારિત આ કવાયતમાં ભારતીય વાયુસેનાના 120 વિમાનો જેમાં રાફેલ, Su-30 MKI, MiG-29, Mirage-2000, Tejas, C-17 અને C-130J સામેલ છે. 100 થી વધુ વિમાનોએ ભાગ લીધો હતો.
3/9
કવાયત દરમિયાન લડાયક વિમાનોએ જમીન અને હવામાં દુશ્મનના લક્ષ્યો પર હુમલો કર્યો અને તેનો નાશ કર્યો. રાફેલ વિમાને પણ હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલને સફળતાપૂર્વક નિશાન બનાવી હતી.
4/9
આ કવાયતમાં પરિવહન એરક્રાફ્ટ પણ લડાઇ સહાયક કામગીરી કરતા જોવા મળ્યા હતા, જેમાં C-17 દ્વારા ભારે લૉજિસ્ટિક્સ ડ્રોપ અને C-130Js દ્વારા ભારતીય વાયુસેનાના ઘાતક ગરુડ કમાન્ડો સાથે સ્ટ્રાઇક એક્શનનો સમાવેશ થાય છે.
5/9
ઇવેન્ટમાં અપાચે એટેક હેલિકોપ્ટરે પ્રથમ વખત તેની ફાયરપાવરનું પ્રદર્શન કર્યું હતું, જ્યારે Mi-17 હેલિકોપ્ટરે જમીન પરના લક્ષ્યોને નિશાન બનાવ્યા. ભારતીય વાયુસેનાના ચિનૂક હેલિકોપ્ટરે સેનાને ઝડપી સાધનોની સપ્લાયનું પ્રદર્શન કર્યું હતુ.
6/9
આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. રક્ષા પ્રવક્તા અમિતાભ શર્માએ કહ્યું કે આ અભ્યાસમાં ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેન્સે બે કલાકના સમયગાળામાં બે ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ 50 ટન ઓર્ડનન્સ છોડ્યા હતા.
7/9
ભારતીય વાયુસેનાએ આ કવાયત દરમિયાન લાંબા અંતરના ડ્રોનનું પણ પ્રદર્શન કર્યું હતું. આ અવસરે એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને ઘણા ટોચના સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
8/9
રાત્રે પણ આ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેગુઆર, સુખોઈ-30, પ્રચંડ હેલિકોપ્ટર, આકાશ મિસાઈલ સિસ્ટમ અને M777 હોવિત્ઝર રાતમાં સામેલ હતા. આ દરમિયાન પ્રથમ વખત સ્વદેશી પ્રચંડ હેલિકોપ્ટરની ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
9/9
વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'આત્મનિર્ભર ભારત' પ્રત્યે ભારતીય વાયુસેનાની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને સ્વદેશી રીતે વિકસિત તેજસ એરક્રાફ્ટે પણ ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું અને હવાઈ લક્ષ્યોને નષ્ટ કર્યા. વાયુ શક્તિનું આયોજન છેલ્લે ફેબ્રુઆરી 2019માં પોખરણમાં કરવામાં આવ્યું હતું.
Published at : 18 Feb 2024 12:14 PM (IST)