Vikrant: જુઓ ભારતીય નેવીના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતના શાનદાર Photos
ભારતીય નેવીને આજે પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત સોંપવામાં આવ્યું, આ સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિક્રાંતની ડિલિવરી સાથે ભારત એવા જૂજ દેશોમાં સામેલ થયું છે, કે જે સ્વદેશી રીતે એરક્રાફ્ટ કેરિયર ડિઝાઇન તૈયાર કરે છે અને એરક્રાફ્ટ કેરિયર બનાવવાની ક્ષમતા ધરાવે છે.
લગભગ 45,000 ટન વજન ધરાવતું 262 મીટર લાંબુ જહાજ તેના પુરોગામી INS વિક્રાંત કરતા ઘણું મોટું અને વધુ અદ્યતન છે.
આ જહાજ 88 મેગાવોટની કુલ શક્તિ સાથે ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને તેની મહત્તમ ઝડપ 28 નોટિકલ માઇલ્સ છે.
આશરે રૂ. 20,000 કરોડના કુલ ખર્ચે બનેલ આ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રાલય અને CSL વચ્ચેના કરારના ત્રણ તબક્કામાં આગળ ધપાવવામાં આવ્યો છે, જે મે 2007, ડિસેમ્બર 2014 અને ઓક્ટોબર 2019માં પૂર્ણ થયો હતો.
જહાજનું તળિયું ફેબ્રુઆરી 2009માં નાખવામાં આવ્યું હતું, ત્યારપછી ઓગસ્ટ 2013માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી સાથે વિક્રાંતનો પુનર્જન્મ એ દરિયાઈ સુરક્ષા વધારવાની દિશામાં ક્ષમતા નિર્માણ માટે દેશના ઉત્સાહનો સાચો પુરાવો છે.