Biharમાં પણ છે ઈન્ડિયા ગેટ જેવો ગેટ, જાણો તસવીરો દ્વારા સભ્યતા દ્વાર વિશે કંઈક ખાસ
સભ્યતા દ્વારની મુલાકાત લીધા પછી તમે પણ કહેશો કે બિહારમાં પણ ઈન્ડિયા ગેટ જેવો એક દરવાજો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિહારની રાજધાની પટનામાં 21 મે 2018ના રોજ મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
બિહાર રાજ્યની પરંપરાઓ અને સંસ્કૃતિને દર્શાવવાના ઉદ્દેશ્યથી સભ્યતા દ્વાર બનાવવામાં આવ્યો છે.
સભ્યતા દ્વારમાં મૌર્ય શૈલીની વાસ્તુકલા, પાટલીપુત્રનો પ્રાચીન મહિમા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સભ્યતા દ્વારની ઊંચાઈ 32 મીટર છે, તેનું નિર્માણ 5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
સભ્યતા દ્વારની કમાનોમાં અશોક, બુદ્ધ અને મહાવીરના શિલાલેખો પણ જોઈ શકાય છે. ગંગા માર્ગ પરથી પસાર થતાં તમે અદભૂત દૃશ્ય જોઇ શકો છો
બિહારનું ગૌરવ દર્શાવતા સભ્યતા દ્વારમાં પ્રવેશવા માટે કોઈ ટિકિટ નથી, તમારે પણ એક વાર અહીં અવશ્ય મુલાકાત લેવી જોઈએ.