Health Tips: શરીરમાં જો આ પ્રકારના લક્ષણો દેખાય તો, હોઇ શકે છે વિટામિન-Cની ઉણપ
જો તમે રોગ પ્રતિકારકશક્તિ વધારવા માંગતા હો, તો આહાર વિટામિન સી સમૃદ્ધ હોવો જરૂરી છે. કેટલાક લોકોમાં વિટામિન સીની ઉણપ થઇ જાય છે. શરીરમાં અનુભવાતા આ પ્રકારની લક્ષણોથી વિટામિન સીની કમીને પારખી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાથી આપનામાં વિટામિન સીની ઉણપ જણાઇ શકે છે. જો આપ છે. તમે વારંવાર બીમાર પડી જતાં હો રિકવરીમાં લાંબો સમય લગાતો હોય તો સમજી લો કે આપનામાં વિટામિન સીની ઉણપ છે. વિટામિન સીની ઉણપના કારણે કેટલાક પ્રકારના કેન્સરનું જોખમ વધી જાય છે.
વિટામિન સીની ઉણપને કારણે, પેટ પર ચરબી વધવા લાગે છે. ઘણા સંશોધનોમાં એ પણ બહાર આવ્યું છે કે વિટામિન સીની ઉણપ અને વધેલી ચરબી વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળે છે, ત્યારે તે ચરબી એનર્જીમાં ફેરવાય જાય છે.
ત્વચા માટે પણ વિટામીન સી ખૂબ જ જરૂરી છે. વિટામીન સીની ઉણપના કારણે ત્વચા સૂકી અને નિશ્ચેત બની જાય છે. વિટામિન સીની ઉણપના કારણે કરચલીઓ અને ખીલ પણ વધુ માત્રામાં જોવા મળે છે. વિટામીન સી ભરપૂર માત્રામાં લેવાથી સ્કિન ગ્લોઇંગ બને છે.
વિટામિન સીની ઉણપને કારણે, કોઈપણ પ્રકારની ઇજાને મટાડવામાં લાંબો સમય લાગે છે. હકીકતમાં, ઇજાને કારણે લોહી અને પેશીઓમાંથી વિટામિન સી ઓછું થાય છે. શરીરને કોલેજન બનાવવા માટે આ જરૂરી છે. કોલેજેન એક પ્રોટીન છે જે ત્વચાની સમારકામનું કામ કરે છે. આ સ્થિતિમાં, ઘા મોડો રૂઝાય છે
વિટામીન સીની ઉણપના કારણે પણ નાક અને પેઢામાં લોહી નીકળે છે. વિટીમીન સી રક્તવાહિનીને અને દાંતને મજબૂત રાખે છે.
જો આપને થાક લાગતો હોય આંખમાં બળતરા થતી હોય તો આ વિટામીન સીની ઉણપના લક્ષણો હોઇ શકે છે. થાક અને ચિડિયાપણુ પણ વિટામિન સીની ઉણપના કારણે થઇ શકે છે.
આંખ સંબંધિત સમસ્યા પણ વિટામિન સીની ઉણપના કારણે થઇ શકે છે. જો યોગ્ય માત્રામાં વિટામિન સી લેવામાં આવે તો મોતિયા બિંદનું જોખમ ઘટાડી શકાય છે
વિટામિન સીની કમીના કારણે સ્કર્વી રોગ પણ થઇ જાય છે. તેના કારણે થાક અનુભવાય છે. દાંત ઢીલા થઇ જાય છે. વાળ ખરે છે. સાંધામાં દુખાવા અને નબળાઇની ફરિયાદ રહે છે.