આગામી 2 દિવસ સમગ્ર દેશમાં વરસાદ તરખાટ મચાવશે, ગુજરાતના હાલ થશે બેહાલઃ હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ મુજબ, છેલ્લા 24 કલાકના હવામાનની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, ઝારખંડ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાનની દૃષ્ટિએ અન્ય રાજ્યોની વાત કરીએ તો સમગ્ર ઉત્તરીય પ્રાયદ્વીપ, પૂર્વ ભારત અને ઉત્તર ભારતમાં હરિયાણાને બાદ કરતાં અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ નોંધાયો. ઉત્તર પૂર્વ ભારતના આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ નોંધાયો. અહીં હવામાન વિભાગે અનેક શહેરો માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગ અનુસાર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં 23 અને 26 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એ જ રીતે મધ્ય ભારત અને ગાંગેય પશ્ચિમ બંગાળમાં 23થી 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્રિપુરા, મિઝોરમ, આસામ તથા મેઘાલયમાં 24થી 26 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માટે હવામાન વિભાગે કહ્યું છે કે આજે (24 ઓગસ્ટ) અહીં અત્યંત ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે દેશના સમગ્ર મધ્ય, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં અરુણાચલ પ્રદેશને બાદ કરતાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
પૂર્વી મધ્ય પ્રદેશના છિંદવાડા અને સિવનીના અનેક વિસ્તારોમાં 17 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં 15 સેન્ટીમીટર, પંજાબમાં 12 સેન્ટીમીટર, પશ્ચિમી રાજસ્થાનમાં 12 સેન્ટીમીટર, ઝારખંડમાં 13 અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 12 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગનું એ પણ કહેવું છે કે આગામી કેટલાક દિવસો સુધી આ સ્થળોએ વરસાદનો સિલસિલો ચાલુ રહેશે.
ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મૃત્યુ થયા છે અને બે અન્ય ગુમ થયા છે. 65 હજારથી વધુ લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો છે, કારણ કે તેમના ઘર ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયા છે.