Weather Update: દેશના આ રાજ્યોમાં ઠંડીને લઈ હવામાન વિભાગે જાહેર કર્યુ યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વિભાગે મંગળવાર અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 જાન્યુઆરી સુધીમાં તાપમાન ચાર ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી સવારે દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
આ સાથે જ વિભાગે 6થી 7 જાન્યુઆરી સુધી કોલ્ડવેવ અને કોલ્ડ ડે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં ઠંડીનું મોજું રહેશે. હવામાન વિભાગે મંગળવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને સવારે ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 'ખૂબ જ ખરાબ' કેટેગરીમાં પહોંચી ગયું છે આગામી દિવસોમાં પ્રદૂષણના સ્તરમાં થોડો સુધારો થવાની શક્યતા છે, પરંતુ સ્થિતિ નબળી શ્રેણીમાં રહેવાનું અનુમાન છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)