Weather Update Today: ક્યાંક બરફવર્ષા તો ક્યાંક વરસાદ, ઠંડી પરત ફરશે કે ગરમીની શરૂઆત થશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
દિલ્હી-NCRમાં આજે એટલે કે રવિવારે (4 જાન્યુઆરી) વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું છે કે આજે વાદળછાયું આકાશ અને ધૂળિયા પવન સાથે હળવો વરસાદ પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષાના કારણે ઘણા રસ્તાઓ બંધ છે.
image 6હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 5 અને 6 ફેબ્રુઆરીના રોજ સવારે પંજાબ, હરિયાણા અને દિલ્હીના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
4 અને 5 ફેબ્રુઆરીએ ઓડિશા, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં 4 ફેબ્રુઆરીએ ઠંડા દિવસની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
5 ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ/હિમવર્ષા સાથે કરા પડવાની સંભાવના છે. 4 ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
શિમલામાં બરફ વર્ષાનો આનંદ માણતા પ્રવાસીઓ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદનું અનુમાન છે. પશ્ચિમી વિક્ષેપને લઈ તારીખ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણના કારણે હળવા ઝાપટા પડી શકે છે.
તમામ તસવીર સૌજન્યઃ પીટીઆઈ