Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: વાવઝોડા અને કરા સાથે પડશે વરસાદ, વાંચો IMDનું અપડેટ
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં 23 થી 25 માર્ચ અને મધ્ય અને આસપાસના પૂર્વ ભારતમાં 24 થી 25 માર્ચ દરમિયાન વાવાઝોડા, કરા અને વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
IMD એ મંગળવારે (21 માર્ચ) જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમ, મધ્ય પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે, હિમાચલ પ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો છે.
હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ હિમાલયમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેની અસર 24 અને 25 માર્ચે જોવા મળશે.
સોમવારે દિલ્હીમાં ત્રણ કલાકમાં 6.6 મીમી વરસાદ નોંધાયો હતો. વિભાગે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચ મહિનામાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે.
IMD એ કેટલાક રાજ્યો અને પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એડવાઈઝરીમાં તેમણે લોકોને ખરાબ હવામાન માટે તૈયાર રહેવાની વિનંતી કરી છે.