Weather: દિલ્હી, યુપી-બિહારમાં હીટવેવનું એલર્ટ, આ રાજ્યોમાં વરસશે રાહતનો વરસાદ, જાણો કેવું રહેશે આજનું હવામાન
Weather Updates Today: દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. દક્ષિણના રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જ્યારે ઉત્તરના રાજ્યો હજુ પણ ગરમીથી પરેશાન છે. મે મહિનાની ગરમીની અસર હવે દેશમાં દેખાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે તો કેટલીક જગ્યાએ હીટવેવથી લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના લોકોને ગરમીથી રાહત મળવાની નથી. ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું આવવાનું છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
IMD દ્વારા જાહેર કરાયેલા હવામાન અપડેટ અનુસાર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તીવ્ર હીટવેવને કારણે લોકોની સ્થિતિ વધુ ખરાબ થવા જઈ રહી છે. આકરી ગરમી પણ લોકોની કસોટી કરી રહી છે.
ગોવા, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. તેવી જ રીતે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં પણ રાતો ગરમ રહેવાની છે. આગામી દિવસોમાં પશ્ચિમ ભારતમાં દિલ્હીથી રાજસ્થાન સુધી ભારે હીટવેવનો સામનો કરવો પડશે.
શનિવારે દિલ્હી-NCRમાં આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન ગરમ અને સૂકા પવનની શક્યતા છે. કેટલાક ભાગોમાં હીટવેવ જોવા મળી રહ્યું છે. IMDએ કહ્યું છે કે મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહેવાનું છે.
યુપીમાં કાનપુર અને લખનઉ જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થવા જઈ રહ્યું છે. પશ્ચિમી પવનોને કારણે તાપમાનમાં વધારો થશે. બિહારમાં પણ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે.
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન તેલંગાણા, તટીય કર્ણાટક, આંતરિક તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપના ભાગો, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે.
દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, તામિલનાડુ, આંતરિક કર્ણાટક, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વ ભારત, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ લોકોને હળવા વરસાદથી રાહત મળવાની છે.