મોટા ભાગના લોકો કેમ નથી કરી શકતા ડાયટિંગ, રોજિંદા જીવનમાં આ આદતોને સામેલ કરીને કરીને રહો ફિટ
જો લાંબા સમય સુધી ફિટ અને હેલ્ધી રહેવું હોય તો ક્રૈશ ડાયટિંગને બદલે હેલ્થી લાઇફ સ્ચટાઇલ અપનાવો, આડેધડ ડાયટિંગ કદાચ વજન તો ઉતારી દેશે પરંતું તેનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. ક્રેશ ડાયટિંગથી ન્યુટ્રીશ્યિન ઓછી થઇ જાય છે. તેનાથી ઇમ્યુનિટી પાવર પણ ઓછો થાય છે. ક્રેશ ડાયટિંગના બદલે રોજ હેલ્થી ફૂડની આદત પાડવી જોઇએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિટનેસ માટે વિટામિન અને મિનરલ્સ અને ફળ અને શાકભાજીને સામેલ કરો. ડાયટમાં સાબૂત અનાજને સામેલ કરો. ભરપૂર માત્રામાં પ્રોટીન હોય તેવી વસ્તુને ડાયટમાં સામેલ કરો, આ રીતની ડાયટ આપ લાંબા સમય સુધી કરી શકો છો.
વજન ઉતારવા માટે ડાયટની સાથે વર્કઆઉટ પર એટલું જ જરૂરી છે. કેટલાક લોકો એવા વર્કઆઉટને લાઇફ સ્ટાઇલમાં સામેલ કરે છે. જેને તે લાંબો સમય સુધી કરી શકતા નથી. લાંબો સમય સુધી કરી શકાય તેવી સરળ એક્સરસાઇઝ કરવી જોઇએ. આ માટે સાયક્લિંગ, વોકિંગને એકસરસાઇઝમાં સામલે કરો.
ફિટ રહેવા માટે ઊંઘ પણ જરૂરી છે. સારી ઊંઘથી આપણી બોડી રિકવર અને રિપેયર હોય. છે. તેથી વજન પણ ઓછું થાય છે. ગાઢ નિદ્રાથી ફિઝિકલ મેન્ટલ હેલ્થ પર પણ સારો પ્રભાવ પડે છે. કોશિશ કરો કે રોજ 7થી9 કલાક ગાઢ નિંદ્રા લો. સારી ઊંધ માટે ફોન., ટીવી અને કેફિન પદાર્થનો ઉપયોગ ન કરવો.
તણાવનો શરીર પર દુષ્પ્રભાવ પડે છે. તણાવના કારણે કોર્ટિસોલ અને એડ્રેનાલાઇનનું સ્તર વધે છે. જેના કારણે હાઇ બ્લડપ્રેશર, હૃદયની ગતિ, ખાવા પીવાની આદત, ઊંઘની પેર્ટન પર વિપરિત અસર પડે છે. પાચનની ક્રિયામાં પણ અવરોધ આવે છે. તો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહેવું હોય તો ઉંઘ પણ જરૂરી છે.