Whiskey And Alcohol: આ છે ભારતની બેસ્ટ વ્હિસ્કી, પોતાના નામે કરી ચૂકી છે ખાસ એવોર્ડ
Whiskey And Alcohol News: ભારતમાં દારૂ પીનારાઓની સંખ્યા કરોડોમાં છે. જોકે, આમાંથી માત્ર થોડા હજાર લોકો એવા છે જેઓ પ્રીમિયમ દારૂ પીવે છે. આજે અમે તમને દેશની બેસ્ટ વ્હિસ્કી વિશે જણાવીશું. આ એવી વ્હિસ્કી છે જે પોતાના નામે ખાસ એવોર્ડ પણ મેળવી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આ રીતે જોવામાં આવે તો ભારતમાં જુદાજુદા પ્રકારના દારૂ બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે બેસ્ટ વ્હિસ્કીનું નામ પૂછવામાં આવશે, ત્યારે માત્ર એક જ નામ બહાર આવશે. આ નામ ઈન્દ્રી છે.
ઈન્દ્રી એ ભારતની પોતાની સ્વદેશી બ્રાન્ડ છે. આ સિંગલ માલ્ટ વ્હિસ્કી કોઈપણ રીતે કોઈપણ સ્કૉટિશ વ્હિસ્કીથી ઉતરતી નથી. તેને દેશ અને દુનિયામાં અનેક એવોર્ડ પણ મળ્યા છે.
ઈન્દ્રીને વર્ષ 2023માં વ્હિસ્કી ઓફ ધ વર્લ્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે આ વ્હિસ્કી વિશ્વની બેસ્ટ વ્હિસ્કી છે.
આ વ્હિસ્કીને બેસ્ટ ઇન શૉ, ડબલ ગોલ્ડ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વિશ્વની ઘણી વ્હિસ્કી કંપનીઓએ આ એવોર્ડ માટે અરજી કરી હતી, પરંતુ અંતે માત્ર ઈન્દ્રીને જ આ એવોર્ડ મળ્યો.
ભારતમાં આ દારૂની કિંમત 3100 થી 5100 રૂપિયાની આસપાસ છે. વાસ્તવમાં, ભારતના વિવિધ રાજ્યોમાં દારૂ અલગ-અલગ કિંમતે ઉપલબ્ધ છે.
ઈન્દ્રી હાલમાં ભારતના 19 રાજ્યો અને વિશ્વના 17 દેશોમાં ઉપલબ્ધ છે. માત્ર બે વર્ષમાં આ દારુને 14થી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે.