Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
World Tiger Day 2022: વાઘ જોવાના શોખીન છો તો મધ્યપ્રદેશના આ નેશનલ પાર્કની લો મુલાકાત
World Tiger Day 2022: આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, એટલા માટે અમે તમારા માટે ભારતના તે જાણીતા નેશનલ પાર્કનુ લિસ્ટ લઇને આવ્યા છીએ, જ્યાં તમે વાઘને જોઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWorld Tiger Day 2022: આજે આખા વિશ્વમમાં વાઘ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ (World Tiger Day) મનાવવામાં આવી રહ્યો છે, આ દિવસે લોકોને વાઘોને બચાવવા માટે જાગૃતિ ફેલાવવાના ઉદેશ્યથી મનાવવામાં આવે છે. આની શરૂઆત વર્ષ 2010 માં થઇ હતી, જો તમે પણ વાઘોમાં રૂચિ રાખો છો, અને તેમને નજીકથી જોવા માંગો છો, તે ચાલો તમને બતાવીએ છે બેસ્ટ જંગલ સફારીના ઓપ્શન વિશે જ્યાં તમે ફેમિલી, પાર્ટનર અને દોસ્તોની સાથે જઇ શકો છો.
બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – અહીં સૌથી વધુ વન્યજીવ જોવા મળે છે, અને અહીં લગભગ 50 વાઘ છે, અહીં જવાનો સૌથી બેસ્ટ સમય એપ્રિલથી જૂનની વચ્ચેનો છે. આ પાર્કમાં તમે 5:30 થી 10 વાગ્યા સુધી અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી જઇ શકો છો.
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – એમપીનું આ પાર્ક પણ બહુજ મોટા એરિયામાં ફેલાયેલુ છે, જ્યાં પર તમને કેટલાય વાઘ જોવા મળી જશે. અહીં તમે સૂરજ નીકળવાથી સૂર્યોદય લઇને સવારે 10 વાગ્યા સુધી અને બપોરે 3:30 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી જઇ શકો છો.
સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, મધ્યપ્રદેશ – આ પાર્કમાં તમે ગરમીમાં વાઘોને નદીની પાસે બેસેલા કે તેમાં તરતા જોઇ શકો છો, વાઘ ઉપરાંત અહીં જંગલી દીપડાં, સૂઅર, ચિન્કારા, ગૌર, લકડબગ્ધા, કાળિયાર પણ જોવા મળી જશે. એપ્રિલ મેની વચ્ચે તમે અહીં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી જંગલ સફારીની મજા લઇ શકો છો.
રણથમ્ભોર રાષ્ટ્રીય ઉદ્યાન, રાજસ્થાન – આ પાર્ક દુનિયાભરતમાં જાણીતો છે. અહીં તમે વાઘની સાથે સાથે શિયાળ, મગર, ભાલુને જોઇ શકો છો. આનુ ટાઇમિંગ સવારે 7 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી અને બપોરે 2:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનુ છે.