વજન ઉતારવા માટે જિમ કે યોગ, શું છે વધુ કારગર, જાણો એક્સપર્ટે શું આપી સલાહ
આજના સમયમાં દર દસ વ્યક્તિએ એક વ્યક્તિ મેદસ્વીતાની સમસ્યાથી પરેશાન છે. દરેક લોકો સ્લિમ થવા ઇચ્છે છે. તો આ માટે જિમ કે, યોગ શું કરવું એ માટે કન્ફ્યુઝન હોય તો જાણીએ આ મામલે એક્સ્પર્ટ શું કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજિમ અને યોગ બંનેના અલગ અલગ ફાયદા છે.તે આપના પર નિર્ભર છે કે, આપ કયાં માધ્યમથી કયો લાભ લેવા ઇચ્છો છો. યોગ અને ધ્યાન દ્રારા શારિરીક અને માનસિક અનેક લાભ થાય છે.
યોગ શરીરના આંતરિક અંગો પર કામ કરે છે. યોગથી વ્યક્તિ ઉર્જાવાન અને તરોતાજા રહે છે. યોગ થકાવટથી છૂટકારો મેળવવામાં કારગર છે.યોગ ભૂખને વધારે છે. યોગ શારિરીક, માનસિક અને આધ્યાત્મિક લાભ પણ પહોંચાડે છે.જીમ બાદ લોકો થાક અનુભવે છે. જ્યારે યોગ બાદ આપ તરોતાજા મહેસૂસ કરશો
જો કે એક્સ્પર્ટનું માનવું છે કે, યોગથી શરીરના અંગો સ્વસ્થ રહે છે અને સારી રીતે કામ કરે છે પરંતુ તેની વજન સરળતાથી નથી ઘટાડી શકાતું. વજન ઘટાડવા માટે આપે કાર્ડિયો એક્ટિવિટી કરવી અનિવાર્ય છે.
વજન ઉતારવા માટે રનિંગ, વોકિંગ, સાયક્લિંગ, દોરડા કૂદવા, ડાન્સ વગેરે પ્રવૃતિ કરી શકાય છે. જો કે સારા પરિણામ મેળવવા માટે ત્રણ દિવસ યોગ અને ચાર દિવસ કાર્ડિયો એક્ટીવિટી કરવી જોઇએ.