આધાર કાર્ડમાં ફક્ત એક જ વખત બદલી શકો છો આ જાણકારી, નહી મળે બીજી તક
Aadhaar Card Rules: ભારતમાં રહેવા માટે તમારા માટે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેની જરૂર અલગ અલગ સમયે પડે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ આધાર કાર્ડ છે. દેશની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.
શાળા-કોલેજમાં એડમિશન લેવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર છે.
આધાર કાર્ડ બનાવતી વખતે ઘણા લોકો ઘણી વાર ખોટી માહિતી નાખે છે. જેના કારણે તેઓ પાછળથી નુકસાન ભોગવે છે.
ઘણી વખત લોકો વિચારે છે કે તેઓ તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકશે. તેથી તેઓ માહિતીની નોંધણી કરતી વખતે વધુ ધ્યાન આપતા નથી.
પરંતુ તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં એક જાણકારી આવી છે જેને ફક્ત એક જ વાર સુધારી શકાય છે. તમને તેના માટે બીજી તક મળતી નથી.
આધાર કાર્ડમાં જન્મતારીખ માત્ર એક જ વાર સુધારી શકાય છે. જો તમે એકવાર ભૂલ કરશો તો તમને તેમાં સુધારો કરવાની તક મળશે નહીં.