Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Youngest and Oldest CM: આ છે દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી, જાણો કોણ છે ટૉપ પર
Youngest CM: તાજેતરમાં જ દેશમાં પાંચ રાજ્યોમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. જેમાં એમપી, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં નવા મુખ્યમંત્રીઓએ શપથ લીધા છે. આવો જાણીએ દેશના સૌથી યુવા અને સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી વિશે, લિસ્ટ અહીં છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In App1. પેમા ખાંડુ - અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ દેશના સૌથી યુવા સીએમ છે. તેમની ઉંમર 44 વર્ષની છે. હાલ ભાજપમાં છે. તેમના પિતા દોરજી ખાંડુ પણ અરુણાચલના સીએમ રહી ચૂક્યા છે.
2. કોનરેડ સંગમા - 45 વર્ષના કોનરેડ સંગમા મેઘાલયના મુખ્યમંત્રી અને દેશના બીજા સૌથી યુવા મુખ્યમંત્રી છે. તેમના પિતા પી.એ. સંગમા હતા. તેમની પાર્ટી નેશનલ પીપલ્સ પાર્ટી છે.
3. હેમંત સોરેન - ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન 48 વર્ષના છે અને ત્રીજા સૌથી યુવા સીએમ છે. તેમના પિતા સિબુ સોરેસન પણ સીએમ રહી ચૂક્યા છે. તેમની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા છે.
4. પુષ્કર સિંહ ધામી - 48 વર્ષીય પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે. સૌથી યુવા સીએમમાં તેઓ ચોથા ક્રમે છે. પુષ્કર બીજી વખત સીએમ બન્યા છે. તેઓ ભાજપના નેતા છે.
1. પિનરાઈ વિજયન - કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન 78 વર્ષના છે. હાલમાં તેઓ ભારતના સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી છે. પિનરાઈ વિજયન કૉમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી) સાથે સંકળાયેલા છે.
2. નવીન પટનાયક - નવીન પટનાયક હાલમાં દેશના સૌથી વૃદ્ધ મુખ્યમંત્રીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે. તેમની ઉંમર 77 વર્ષની છે. તેઓ બીજુ જનતા દળના વડા છે.
3. સિદ્ધારમૈયા - કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 75 વર્ષના છે. તેઓ હાલમાં સૌથી વયોવૃદ્ધ મુખ્યમંત્રીની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવે છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય છે.
4. લાલડુહોમા - મિઝોરમમાં તાજેતરની વિધાનસભા ચૂંટણી બાદ સરકારની રચના થઈ છે અને લાલદુહોમાએ નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની ઉંમર 74 વર્ષની છે અને તેઓ ઉંમરમાં ચોથા ક્રમે છે.