IRCTC Tour Package: શિરડી અને જ્યોતિર્લિંગના દર્શન માટે આર્ઇઆરસીટીસીએ જાહેર કર્યું આ સ્પેશ્યલ ટૂર પેકેજ
ભારતીય રેલ્વે આઝાદીના 75માં વર્ષ નિમિત્તે અલગ-અલગ ટૂર પેકેજ લઈને આવતું રહે છે. જો તમે શિરડીના સાંઈ બાબા અને તમામ મોટા જ્યોતિર્લિંગના દર્શન કરવા માંગતા હો, તો તમે 'સ્વદેશ દર્શન ટ્રેન'ની મુલાકાત લઈ શકો છો. તો ચાલો તમને આ ખાસ ટૂર પેકેજની વિગતો વિશે જણાવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ટૂર પેકેજમાં તમને શિરડી જવાનો મોકો પણ મળશે. બાદમાં તમને ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત લેવાની તક મળશે.
આ પેકેજમાં આપને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા મળશે, આ યાત્રા બિહારના દરભંગાથી જ શરૂ થશે અને અહીં જ ખતમ થશે. આ યાત્રા 11 દિવસ અને 10 રાત્રિની હશે. આ યાત્રા 10 ઓક્ટોબર 2022થી શરૂ થઇને 20 ઓક્ટોબર 2022માં પૂર્ણ થશે.
તમે યાત્રાને આ આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર્ણ કરી શકો છો. જેમાં સ્ટાન્ડર્ડ અને કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો મોકો મળે છે. સ્ટાન્ડર્ડમાં આપ સ્લીપર દ્વારા મુસાફરી કરો છો જ્યારે કમ્ફર્ટમાં તમે થ્રી ટાયર એસી દ્વારા મુસાફરી કરી શકો છો.
આ યાત્રા દરમિયાન આપને ક્લાસની ટિકિટ મુજબ જ એસી-નોન એસી હોટલની સુવિધા મળશે. ઉપરાંત કેબની પણ સુવિધા મળશે. આ સાથે આપને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની પણ સુવિધા મળશે.
આ ટૂર પેકેજ માટે સ્ટાન્ડર્ડ ક્લાસ પેકેજ માટે 18,450 રૂપિયા ચુકવવા પડશે.કન્ફર્મ ક્લાસ માટે 29, 620 રૂપિયા ચૂકવવા પડશે. આ પેકેજની વધુ જાણકારી મેળવવા માટે https://irctctourism.com/pacakage_description?packageCode=EZSD02 લિંક પર વિઝિટ કરીને જાણકારી માહિતી લઇ શકો છો.