Anant-Radhika ના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી હોલિવૂડ સિંગર રેહાના
Anant Ambani Radhika Merchant: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણા લોકો હાજરી આપવા આવી રહ્યા છે. આ લિસ્ટમાં હોલિવૂડ સિંગર રિહાનાનું નામ પણ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. હવે હોલિવૂડ સિંગર રિહાન્ના પણ તેમાં ભાગ લેવા જામનગર પહોંચી છે.પ્રખ્યાત હોલિવૂડ સિંગર રિહાન્ના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી છે.
તાજેતરમાં જ રિહાના જામનગર એરપોર્ટ પર જોવા મળી હતી. તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી.રિહાન્નાએ બોડીફિટ ટોપ સાથે લૂઝ ડેનિમ પહેર્યું હતું.
રિહાના અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે સામાનથી ભરેલો ટ્રક લઈને આવી છે. જેના ઘણા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ પહેલા સલમાન ખાન પણ જામનગરમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની સાથે બોડીગાર્ડ શેરા પણ જોવા મળ્યો હતો.
અભિનેતા અર્જુન કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયો છે.