ગુજરાતમાં કોરોનાના કેર વચ્ચે ભાજપના નેતાએ કાઢી રેલી, હજારોની મેદની ઉમટી, જુઓ તસવીરો
ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. ત્યારે મોદી સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને લોકોને તકેદારી રાખવા માટે કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ આજે ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મહેસાણામાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રા મહેસાણા બહુચરાજી હાઈવે પર પહોંચતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્રણ કિમી લાંબી પદયાત્રા ચાલી રહી છે.
પદયાત્રાને લઇ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો. મહેસાણા જતા વાહનોને મોઢેરા તરફ ડાયવર્ઝન અપાયું. ભારે વાહનોને મોઢેરા રૂટ પર ડાઇર્ટ કરાયા. પગપાળા યાત્રાને લઈ મોટી સંખ્યામાં લોકો રોડ પર જોવા મળ્યા.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના નેતા અને ઠાકોર આગેવાન અલ્પેશ ઠાકોરે આજે શક્તિપ્રદર્શન યોજ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા.
બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર અલ્પેશ ઠાકોરની યાત્રામાં જોડાયા હતા. ભાજપ નેતાના કાર્યક્રમમાં ભરતજી જોડાતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં કોંગ્રેસ ધારાસભ્ય ભરતજી ઠાકોરના બેનર લાગ્યા હતા.
કોંગ્રેસના બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના ફોટા સાથે બેનર લાગ્યા હતા. ભાજપના માહામંત્રી રજનીભાઇ પટેલ સહિત ભાજપના નેતાઓના બેનર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યના બેનર લાગ્યા હતા.
ભરતજીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ રાજકીય નહીં, પરંતુ સામાજિક છે. ઠાકોર સમાજનું આ સંગઠન હોવાના કારણે હું જોડાયો છું. હું ઠાકોર સેનાનો બીજા નંબરનો હોદ્દેદાર હોવાથી આજની યાત્રામાં જોડાયો છું. અલ્પેશ ઠાકોરની યાત્રામાં ભાજપના નેતાઓના બનેરો છતાય કોંગ્રેસના ધારાસભ્ય હાજર રહ્યા હતા. સમાજ માટેનું આ સંગઠન અને સામાજિક હેતથી આ યાત્રા હોવાનો દાવો ભરતજી ઠાકોરે કર્યો હતો.
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ પણ જોડાય તેવા સંકેત મળી રહ્યા છે. પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ દશરતજી ઠાકોર પણ પદ યાત્રામાં જોડાયા હતા. અલ્પેશ ઠાકોરની પદ યાત્રામાં કોગ્રેસ ભાજપ બન્ને પક્ષના નેતા જોડાયા હતા.
અલ્પેશ ઠાકોર મરતોલી ગામથી બહુચરાજી સુધીની પદયાત્રા કરશે. આ યાત્રામાં મોટી સંખ્યમાં લોકો જોડાશે. સાંજે ચાર વાગે બહુચરાજી ખાતે સભા યોજાશે. યાત્રા રૂટમાં આવતા ગામોના લોકો સાથે અલ્પેશ ઠાકોર ચર્ચા કરશે. સવારે ૯ વાગે મરતોલી ગામથી યાત્રા શરૂ કરાઈ અને સાંજે ચાર વાગે બહુચર માતાજીનાં દર્શન કરી યાત્રા પૂરી કરશે.